સ્કૂલ-વાન પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવા વડી અદાલતની સૂચના

મુંબઈ, તા. 13 : મુંબઈ વડી અદાલતે સ્કૂલ-વાન પર તાત્કાલિક રીતે પ્રતિબંધ મૂકવાનું નકારવા સાથે રાજ્યને આદેશ આપ્યો છે કે તેમ  તબક્કાવાર કરવું અને સલામતીના ધોરણો અક્ષરશ: ધ્યાનમાં રાખવા જેથી વિદ્યાર્થીઓના જીવ સાથે રમત ન થાય.  વડી અદાલતની ડિવિઝન બૅન્ચના ન્યાયમૂર્તિ નરેશ પાડાલ અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી એનજીઓ દ્વારા ફાઈલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહ્યા હતા.એડવોકેટ રામ સુબ્રમણ્યમે દલીલ કરી હતી કે અરજી ફાઈલ કર્યાને બે વર્ષ થઈ ગયા છે અને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તેના પાલન માટે નામના પગલાં લેવાયાં છે. એડવોકેટ વધુમાં દલીલ કરી હતી કે શાળાની બસો  સલામતીના ધોરણોનું પાલન કરી રહ્યા છે તો સ્કૂલ બસ અને રિક્ષા વગેરે તેના એક પણ સલામતીના ધોરણનું પાલન કરતા જણાયા નથી. ત્યારે રિક્ષા અને સ્કૂલ બસ દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સાથે જે આવી રમત કરી રહ્યા છે અને તે પ્રત્યે રાજ્ય સરકાર અણદેખ્યું કરે છે તે સામે કડક પગલાં  લેવાં જોઈએ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer