એસી લોકલ ભાડેથી લેવા વર્લ્ડ બૅન્કનું સૂચન

મુંબઈ, તા. 13 : મુંબઈમાં પરાંના રૂટમાં એમયુટીપી અંતર્ગત આવતી 47 વાતાનુકૂલિત લોકલ ટ્રેનને ભાડેથી લેવાનો પ્રસ્તાવ વર્લ્ડ બૅન્કે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)  સમક્ષ મૂક્યો હોવાથી કૉર્પોરેશન આ બાબતે વિચારણા કરી રહ્યું  છે. તેના પર ઝડપથી નિર્ણય લેવાશે એવી માહિતી કૉર્પોરેશનનાં સૂત્રોએ આપી હતી. વર્લ્પ બૅન્કે પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે ભાડાં પર લેવાયેલી વાતાનુકૂલિત લોકલ સસ્તી અને ફાયદાકારક સિદ્ધ થશે.   એમઆરવીસી એમયુપીટી અંતર્ગત અનેક પ્રકલ્પોનું આયોજન કરી રહી છે. તે હેઠળ 47 વાતાનુકૂલિત લોકલ સાથે જ વિરારથી દહાણુના રૂટને ચાર લેનનો કરવો, પનવેલથી કર્જત નવો રેલવે રૂટ, ઐરોલીથી કલવા લિંક રોડ , 22 સ્ટેશનો પર પ્રવાસીઓને પાટા ઓળંગતા રોકવા તેની સાથે જ કેટલાક બીજા પ્રકલ્પ પણ છે.  જેનો કુલ ખર્ચ 10,947 કરોડ રૂપિયા થશે. 20 ડિસેમ્બર 2016ના રોજ એમયુપીટી 3ને મંજૂરી મળી હતી, પરંતુ ઐરોલી કલવા લિંક રોડમાંના દીઘા સ્ટેશન સિવાયના બીજા કોઈ પણ પ્રકલ્પના કામની શરૂઆત  થઈ નથી.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer