2100 ચોરસફૂટ ઘર માટે પણ સબસિડી મળશે

2100 ચોરસફૂટ ઘર માટે પણ સબસિડી મળશે
પ્રધાનમંત્રી આવાસ યોજના 
  નવી દિલ્હી, તા. 13 : પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ મધ્યમ આવક ધરાવતા વર્ગને વ્યાજ સબસિડીનો લાભ મળી રહે માટે શહેરી બાબતોના વિભાગના મંત્રાલયે ઘરોના કાર્પેટ એરિયામાં 33 ટકાની વૃદ્ધિ કરી છે. એટલે કે વાર્ષિક આવક જો રૂા. 18 લાખ સુધીની હોય તો 2100 સ્કે. ફૂટનો ફ્લૅટ અથવા ઘર ખરીદવા માટે રૂા. 2.3 લાખની વ્યાજ સબસિડીનો લાભ લઈ શકે છો.  જોકે, મુંબઈ અને દિલ્હીમાં રહેનારા જેની વાર્ષિક આવક રૂા. 18 લાખની હોય પણ તે વ્યક્તિને આવો મોટો ફ્લૅટ લેવો પાલવે એમ નથી. ત્યારે આ નિર્ણયનો લાભ લેનારા બહુતેક ત્રણ અને ચાર ટાયર શહેરો તથા નાની સુધરાઈ અને ડેવલપમેન્ટ વિસ્તારો કે જ્યાં ઘરની ખરીદી ઘણી નીચી કિંમતમાં થઈ શકે એ હેતુસર લેવાયો છે.  પીએમએવાય હેઠળ વ્યાજ સબસિડી ત્રણ કેટેગરીઓનાં ઘર ખરીદનારાને ઉપલબ્ધ રહે છે. સરકારે આ લાભ લેનારાના માળખામાં બે મધ્યમ આવકના ગ્રુપની બે કેટેગરીઓને સમાવિષ્ટ કરી હતી કે જેઓ તેમની વાર્ષિક આવકના આધારે ડિસેમ્બર, 2016માં વ્યાજ સબસિડી ઉપલબ્ધ રહે.  સરકારે જેઓની વાર્ષિક આવક છ લાખથી રૂા. 12 લાખની હોય તેઓને મિડલ ઈન્કમ ગ્રુપ-1 કેટેગરીમાં મૂક્યાં અને જેઓની આવક રૂા. 12 લાખથી રૂા. 18 લાખની હોય તેઓ મિડલ ઈન્કમ ગ્રુપ-2ની કેટેગરીમાં રાખ્યા છે. મિડલ ઈન્કમ ગ્રુપ-1ના હિસ્સામાં રૂા. નવ લાખ માટે સરકારે ચાર ટકા વ્યાજ સબસિડી અને મિડલ ઈન્કમ ગ્રુપ-2ના ઘર ખરીદનારાને રૂા. 12 લાખ માટે ત્રણ ટકા વ્યાજ સબસિડી ઉપલબ્ધ કરી છે.  મિડલ ઈન્કમ ગ્રુપ-1માં 120 સ્કે.મી.ના કાર્પેટ એરિયા અને મિડલ ઈન્કમ ગ્રુપ-2માં 150 સ્કે.મી. કે જે બે અથવા ત્રણ બેડરૂમ્સ માટે પૂરતો ગણાય છે તે સબસિડીના પાત્ર રહ્યા છે. હવે આમાં આ બે કેટેગરીઓ માટે વધારો કરીને 160 સ્કે.મી. (1722 સ્કે.ફૂટ) અને 200 સ્કે. મી. (2153 સ્કે.ફૂટ) કરવામાં આવ્યા છે.  હાઉસિંગ અને અર્બન વિભાગના પ્રધાન હરદીપ પુરીએ આ નિર્ણય બીલ્ડરો તથા ઘર ખરીદનારાંના પ્રતિનિધિઓને મળ્યાં પછી લીધો છે. જાન્યુઆરીથી આ સ્કીમનો લાભ લેનારાંઓ 1.68 લાખથી વધુ રહ્યા અને તેઓને રૂા. 737 કરોડની વ્યાજ સબસિડી મળી હતી.  મંત્રાલયના જણાવ્યા મુજબ આ નિર્ણય રિઝર્વ બૅન્કની નીતિ સાથે સુસંગત છે. ફેડરલ બૅન્કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની પાત્રતામાં સુધારા કરી મેટ્રોપોલિટન સેન્ટર માટે હાલના રૂા. 28 લાખથી વધારીને રૂા. 35 લાખ અને અન્ય સેન્ટરો માટે રૂા. 20 લાખથી વધારી રૂા. 25 લાખની કરી છે.  આમ ગૃહનિર્માણ ક્ષેત્રે સરકારની આ નીતિ બાંધકામ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહક બની રહેશે. નાના શહેરોમાં તે માટે ખાસ્સી માગ રહેશે. સરકારે જે પ્રોજેક્ટો બાકી પડેલા છે તે વિશે વિચારવું જોઈએ, એમ `િફક્કી'ના રિયલ એસ્ટેટ પાંખ પ્રમુખ નવીન રાહેજાએ જણાવ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer