એચડીએફસીના એમડી આદિત્ય પુરીનું વેતન રોજના રૂ. 2.64 લાખ!

એચડીએફસીના એમડી આદિત્ય પુરીનું વેતન રોજના રૂ. 2.64 લાખ!
નવી દિલ્હી તા. 17 : ખાનગી બેન્કના વડાઓના વેતનના આંક ભારે અચંબો પમાડે તેવા તગડા છે: એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેકટર આદિત્ય પુરીનો '18ના વર્ષનું વેતન રૂ. 9.64 કરોડ હોવાનું બેન્કના '17-'18ના વાર્ષિક રીપોર્ટમાં જણાવાયુ છે. પુરીએ વર્ષ દરમિયાનના, રૂ. 31.4 કરોડના થવા જતા  સ્ટોક વિકલ્પો લિક્વિડેટ કરી નાખ્યા છે અને 18ના વર્ષના કુલ વળતરમાંથી તેમનું કુલ વેતન રૂ. 7.26 કરોડ થવા જાય છે, જે મુજબ સરેરાશ રોજની આવક રૂ.2.64 લાખ થવા જાય છે. ગયા વર્ષે તેમની રોજિંદી આવક રૂ.2.7પ લાખ રહી હતી કારણ કે '17-'18ના આર્થિક વર્ષ માટે તેમણે 10.5 ટકાનો ઘટાડો લીધાનું મની કન્ટ્રોલ રીપોર્ટ જણાવે છે.  એસબીઆઈના વર્તમાન ચેરમેન અને એમડી રજનીશકુમારે પદ સંભાળ્યા પછી શરૂના છ માસ માટે '17-'18માં મહિને રૂ.14ા લાખનું કુલ વેતન મેળવ્યુ હતું. આઈસીઆઈસીઆઈ બેન્કના એમડી અને સીઈઓ ચંદા કોચારનું બેઝિક વેતન રૂ. 2.66 કરોડનું છે. તેમ જ આગામી થોડા વર્ષ સુધી રૂ. 2.2 કરોડનું પર્ફોમન્સ બોનસ ચૂકવાશે વળી તેઓ રૂ. 2.43 કરોડના ભથ્થાં મેળવે છે તે સાથે '17ના વર્ષનું કુલ વળતર રૂ. 6.09 કરોડ થવા  જાય છે.  એક્સિસ બેન્કના એમડી/સીઈઓ શિખા શર્માનું બેઝિક વેતન રૂ. 2.7 કરોડ, વેરીએબલ પે રૂ. 1.3પ કરોડનું ઉપરાંત રૂ. 90 લાખનું એચઆરએ અપાય છે. યસ બેન્કના એમડી/સીઈઓ રાણા કપૂરને '16-'17માં રૂ. 6.8 કરોડનું વેતન અપાયું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer