ઇંગ્લૅન્ડ સામેની વન ડે ટીમમાં રાયડુના સ્થાને રૈના

નવી દિલ્હી તા. 17: ઇંગ્લેન્ડ પ્રવાસની વન ડે ટીમમાં અનફિટ અંબાતિ રાયડૂના સ્થાને અનુભવી બેટધર સુરેશ રૈનાનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. રાયડૂ યો યો ટેસ્ટમાં ફેલ થયો હતો. 31 વર્ષીય રૈનાએ વન ડે ટીમમાં અઢી વર્ષે વાપસી કરી છે. ભારત તરફથી 223 વન ડે મેચ રમનાર સુરેશ રૈના તેનો આખરી વન ડે 2પ ઓકટોબર 201પમાં રમ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન ડેની શ્રેણી 12 જુલાઇથી શરૂ થશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer