ઇજિપ્તને રાહત : સ્ટાર સ્ટ્રાઇકર સાલાહ રશિયા સામે રમશે

ઇજિપ્તને રાહત : સ્ટાર સ્ટ્રાઇકર સાલાહ રશિયા સામે રમશે
સેંટ પિટસબર્ગ, તા.17: પહેલા મેચમાં ઉરૂગ્વે સામે હાર સહન કરનાર ઇજીપ્તની ટીમને રાહત મળી છે. તેનો સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહ વર્લ્ડ કપના બીજા મેચથી વાપસી કરી રહ્યો છે. ઇજીપ્તની ટીમનો બીજો મેચ રશિયા સામે 19 જુને રમાવાનો છે. રશિયાની ટીમે પહેલા મેચમાં સાઉદી અરબ સામે પ-0થી ધમાકેદાર જીત મેળવી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer