સ્પેન સામે ચોથી મૅચમાં મહિલા હોકી ટીમ 1-4થી હારી

સ્પેન સામે ચોથી મૅચમાં મહિલા હોકી ટીમ 1-4થી હારી
મેડ્રિડ તા.17: ભારતીય મહિલા હોકી ટીમને યજમાન સ્પેન સામેના ચોથા મેચમાં 1-4થી હાર મળી છે. આથી પ મેચની શ્રેણીમાં સ્પેને 2-1ની મહત્વની સરસાઇ મેળવી લીધી છે. ચોથા મેચમાં સ્પેન તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલ લોલા રેરાએ 10મી અને 34મી મિનિટે ગોલ કર્યાં હતા. જયારે અન્ય બે ગોલ લૂસિયા જિમેનેજે 19મી અને કારમન કાનાઓઁ 37મી મિનિટે કર્યાં હતા. ભારતીય મહિલા હોકી ટીમ તરફથી એકમાત્ર ગોલ ઉદિતાએ 22મી મિનિટે કર્યોં હતો. સ્પેન સામેના પહેલા મેચમાં ભારતનો 0-3થી પરાજય થયો હતો. બીજો મેચ 1-1થી ડ્રો રહયો હતો. ત્રીજા મેચમાં ભારતની 3-2થી જીત થઇ હતી, પણ આજે ચોથા મેચમાં હાર મળી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer