ઇંગ્લૅન્ડ 2-0થી આગળ : ઓસિ. સામે 38 રને જીત

ઇંગ્લૅન્ડ 2-0થી આગળ : ઓસિ. સામે 38 રને જીત
કાર્ડિફ, તા.18 : જેસન રોય (120)ની સદી અને લિયામ પ્લંકેટની કાતિલ બોલિંગ (4/પ3)ની મદદથી ઇંગ્લેન્ડે પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમ વિરૂધ્ધના બીજા ડે-નાઇટ વન ડે મેચમાં 38 રનથી જીત મેળવી હતી. આથી પ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-0થી આગળ થયું છે. ઇંગ્લેન્ડના નિર્ધારિત પ0 ઓવરમાં 8 વિકેટે 342 રન થયા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 47.1 ઓવરમાં 304 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં શોન માર્શ (130)ની સદી હતી.  ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયે 108 દડામાં 12 ચોક્કા અને 2 છક્કાથી 120 રન અને કામચલાઉ સુકાની જોસ બટલરે 70 દડામાં 8 ચોક્કા અને 2 છક્કાથી 90 રન મુખ્ય હતા. આ ઉપરાંત જોની બેયરસ્ટોએ 42 રનનું યોગદાન આપ્યું હતું. એન્ડ્રૂ ટાયે અને રિચાર્ડસન બંધુએ 2-2 વિકેટ લીધી હતી. 343 રનના વિજય લક્ષ્યાંક સામે કાંગારૂ ટીમ તરફથી શોન માર્શે 116 દડામાં 10 ચોક્કા અને 3 છક્કાથી 131 રનની લડાયક ઇનિંગ રમી હતી, પણ તેને અન્ય કાંગારૂ બેટધરોનો મજબૂત સાથ મળ્યો ન હતો. આથી ઓસિ. ટીમ 304 રને ઓલઆઉટ થઇ ગયું હતું. મેકસવેલે 31 અને અગરે 46 રન કર્યાં હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્લંકેટે 4 અને આદિલ રશિદે 3 વિકેટ લીધી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer