અન્ડર ડોગ સર્બિયાની કોસ્ટા રિકા પર 1-0થી જીત

અન્ડર ડોગ સર્બિયાની કોસ્ટા રિકા પર 1-0થી જીત
કોલાસોવએ ફ્રી કિકથી ગોલ કરીને જીત અપાવી  મોસ્કો તા.17: ફીફા વર્લ્ડ કપના આજે રવિવારે રમાયેલા પહેલા મેચમાં ગ્રુપ ઇમાં અન્ડર ડોગ ગણાતી ટીમ સર્બિયાનો કોસ્ટા રિકા સામે 1-0થી વિજય થયો હતો. મેચના બીજા હાફમાં પ6 મિનિટે સુકાની એલેકઝેંડર કોલારોવએ ફ્રી કિકની મદદથી ગોલ કરીને સર્બિયા માટે વિજયી ગોલ કર્યોં હતો. મેચનો આ એકમાત્ર ગોલ બની રહયો હતો. 2014ના વર્લ્ડ કપમાં દિગ્ગજ બ્રાઝિલ અને ઉરૂગ્વેને હરાવીને અને ઇંગ્લેન્ડ સામે ડ્રો રમીને કવાર્ટર ફાઇનલ સુધી પહોંચનાર કોસ્ટા રિકાની ટીમ 2018ના વર્લ્ડ કપના તેના પહેલા મેચમાં પ્રભાવ પાડી શકી ન હતી.  મેચ દરમિયાન બન્ને ટીમના ખેલાડીઓ ઝઘડી પડયા હતા. ગ્રુપ ઇનો અન્ય એક મેચ પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની ટીમ આજે સ્વિત્ઝરલેન્ડ સામે રમવાની છે. હાલ તો ગ્રુપ ઇમાં સર્બિયા 3 પોઇન્ટ સાથે ટોચ પર છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer