કચરાના ગંજથી એવરેસ્ટ `ગંદકીનું ઘર'' બનવા માંડયું છે !

નવી દિલ્હી, તા. 17 : દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પણ હવે કચરાના ઢગલા ખડકાવા માંડયા છે. આ શિખર સર કરવા જતા પર્વતારોહકો પર્યાવરણની પરવા કરતા નહીં હોવાથી એવરેસ્ટ ગંદકીનું ઘર બની જશે, તેવી ભીતિ વ્યક્ત થઇ રહી છે.  એક અહેવાલ અનુસાર, એવરેસ્ટના 8848 મીટર લાંબા માર્ગ પર પર્વતારોહકો તેમના તંબૂ, નકામા બની ગયેલા સાધન, સામાન, ખાલી ગેસ સિલિન્ડર તેમજ અન્ય ગંદકી વધારતી વસ્તુઓ છોડી જાય છે. શિખર પર સ્વચ્છતાના સ્થાને ગંદકી આંખોમાં ખટકે છે, તેવું 18 વખત એવરેસ્ટ સર કરી ચૂકેલા પેમ્બા દોરજે શેરપાએ જણાવ્યું હતું.  નેપાળે તો એવો નિયમ બનાવ્યો હતો કે, પર્વત પર ચડનારી દરેક ટીમે અઢી લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે અને પાછા ફરતાં કમસે કમ આઠ કિલો કચરો સાથે લઇ આવે, તેને જ પૈસા પાછા અપાશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer