બ્રિટિશ વિઝા : ભારતના છાત્રોને ફટકો, પણ વ્યવસાયીઓને લાભ

બ્રિટિશ વિઝા : ભારતના છાત્રોને ફટકો, પણ વ્યવસાયીઓને લાભ
ઇમિગ્રેશન નીતિમાં બદલાવથી કડક નિયમો હળવા થશે : ભારતના ઉદ્યોગોએ પ્રશંસા કરી    લંડન, 17 : બ્રિટનની સરકારે ગત શુક્રવારે વિઝા અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટેની યાદીમાંથી બહાર રાખીને ભારતના છાત્રોને આંચકો આપ્યો છે, પરંતુ તેની ઇમિગ્રેશન નીતિમાં બદલાવની તૈયારીથી ભારતના `પ્રોફેશનલ્સ', એટલે કે વિવિધ વ્યવસાયીઓને ફાયદો થશે. હકીકતમાં બ્રિટને તેની ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કરીને સંસદમાં રજૂ કર્યા છે. ભારત જેવા દેશોના ઉચ્ચ પ્રશિક્ષિત વ્યવસાયીઓ માટે કડક વિઝા નિયમોની સમીક્ષા કરવાનો બદલાવ તેમાં સામેલ છે.  આ પરિવર્તનથી વાર્ષિક 20,700 વિઝા જ જારી કરવાની વિવાદી સીમા મર્યાદામાંથી મુક્તિ મળી શકશે. ડિસેમ્બર-2017થી માર્ચ- 2018 વચ્ચે નોકરીની ઓફર મેળવનાર એક હજાર વ્યવસાયીને વિઝા મળ્યા નહોતા.  બ્રિટન તેમજ ભારતના ઉદ્યોગ જગતે બ્રિટિશ સરકારની આ પહેલની પ્રશંસા કરી છે. ઇમિગ્રેશન નીતિથી બ્રિટિશ ઉદ્યોગો ભારતીય વ્યવસાયીઓ મેળવી શકશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer