માલ્યાની વિરુદ્ધ વધુ એક ચાર્જશીટ

નવી દિલ્હી, તા. 17: ઈડી મની લોન્ડ્રિંગ અને બેંકો સાથે 6027 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે માલ્યા અને તેની કંપનીઓ સામે વધુ એક આરોપનામું દાખલ કરવાની તૈયારીમાં હોવાથી વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કહેવાઇ રહ્યું છે કે, ઈડી આરોપનામા સાથે ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ માલ્યા અને તેની કંપનીઓની 9000 કરોડ રૂપિયાની સંપત્તિ તાકિદે જપ્ત કરવાની મંજૂરી માગશે. નવું આરોપનામું 2005-10 દરમિયાન બેંકોના સમૂહ પાસેથી લીધેલી 6027 કરોડ રૂપિયાની લોનની ચુકવણી ન કરવા સંબંધિત છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer