એગ્રીમેન્ટ રદ કરનારા બીલ્ડરે ગ્રાહકોને નાણાં પરત નહીં કરતાં મહારેરાએ ઉધડો લીધો

એગ્રીમેન્ટ રદ કરનારા બીલ્ડરે ગ્રાહકોને નાણાં પરત નહીં કરતાં મહારેરાએ ઉધડો લીધો
અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 17 : એક કેસ કે જેમાં ડેવલપરે એવી દલીલ કરીને ફેબ્રુઆરી 2017માં ઘર ખરીદનારાઓને ઘરોની ફાળવણી રદ કરવાના પોતાના પગલાંનો બચાવ કર્યો હતો કે આ ઘર રેરાના અમલ પહેલાં રદ કરવામાં આવ્યા હતા એટલે તેની સામે કોઈ પગલાં લઈ શકાય નહીં. જોકે સત્તાવાળાઓએ એવો ચુકાદો આપ્યો હતો કે તેઓ ફરિયાદીઓને હજી પણ ન્યાય આપી શકે છે કેમ કે ડેવલપરે હજી સુધી ઘર ખરીદનારાઓને નાણાં પાછાં આપ્યાં નથી. ઘર ખરીદનારા આઠ ગ્રાહકોએ સુરતી ડેવેલપર્સ પ્રા. લિમિટેડ વિરુદ્ધ મહારેરામાં ફરિયાદ કરી હતી.  આ ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેમણે આ ડેવેલપરના સાંતાક્રુઝ ખાતેના યુનિવર્સલ પેરેડાઇઝ નામના એક પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.  તેમણે વધુમાં એવો આરોપ મૂક્યો હતો કે ડેવેલપરે ફેબ્રુઆરી 2017માં એકપક્ષી રીતે એગ્રીમેન્ટ રદ કર્યા હતા. ફરિયાદીઓએ આ એગ્રીમેન્ટને પ્રમાણિત, કાનૂની અને ડેવેલપર પર બંધનકર્તા ગણવા સત્તાવાળાઓને અરજ કરી હતી.  તેમણે ડેવેલપર દ્વારા અપાયેલા એગ્રીમેન્ટને રદ કરવાની નોટિસને ગેરકાયદે ગણી તેને રદ કરવાની પણ માગણી કરી હતી.  ત્યારબાદ મહારેરાએ આ કેસનો નિકાલ કર્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer