નીલ પોતાના ભાઈ નમનને દિગ્દર્શક તરીકે લૉન્ચ કરશે

નીલ પોતાના ભાઈ નમનને દિગ્દર્શક તરીકે લૉન્ચ કરશે

અભિનેતા તરીકે બૉલીવૂડમાં લગભગ દાયકો વીતાવ્યા બાદ નીલ નીતિન મુકેશ હવે નિર્માતા બની ગયો છે અને તેની સાથોસાથ તેણે પોતાના નાના ભાઈ નમનને દિગ્દર્શક તરીકે લોન્ચ કર્યો છે. આ ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરાયું નથી અને તે એક થ્રીલર-ડ્રામા છે.
મદન પાલિવાલની સાથે મળી નીલ આ ફિલ્મ બનાવી રહ્યો હોઈ તેનું શૂટિંગ ભારતમાં જ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. `આ એક થ્રીલર હોવાથી હું ફિલ્મ વિશે કંઈ પણ વધુ કહી શકું એવી સ્થિતિમાં નથી. મેં તેની ક્રીપ્ટ પણ લખી છે, જેના પર હું છેલ્લાં બે વર્ષથી કામ કરતો હતો,' એમ નીલે જણાવ્યું હતું. ફિલ્મ ઝડપથી પૂરી કરવામાં આવશે એમ તેણે વધુમાં કહ્યું હતું.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer