ટૂંકા વાળમાં સોનાલીનું નવું સ્વરૂપ

ટૂંકા વાળમાં સોનાલીનું નવું સ્વરૂપ

ન્યૂ યૉર્કમાં આવેલી પ્રખ્યાત સ્લોન-કેટરિંગ હૉસ્પિટલમાં પોતાના મેટાસ્ટેટિક કૅન્સરની સારવાર લઈ રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ મીડિયામાં સસ્મિત વદને `પોઝ' આપ્યો ત્યારે તેને ટૂંકા વાળમાં તદ્દન વેગળા સ્વરૂપમાં જોઈ બધા જ અચંબામાં પડી ગયા હતા. સોનાલી બેન્દ્રે ટીવી પરના એક રિયાલિટી શોના જજ તરીકે વ્યસ્ત હતી ત્યારે જ અચાનક તેને આ જ્વલ્લે જ થતું એવું કૅન્સર હોવાનું નિદાન થયા બાદ તાત્કાલિક સારવાર માટે અમેરિકા લઈ જવી પડી હતી. જોકે, આવા જીવલેણ રોગ છતાં હિંમત નહીં હારનારી સોનાલીએ આ રોગ પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ દર્શાવતાં તેની સામેના જંગમાં તેના પતિ સહિત તમામ સ્વજનોનો સાથ હોવાનું જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer