`સરોજ કા રિશ્તા''થી સના કપૂર બની હીરોઈન

`સરોજ કા રિશ્તા''થી સના કપૂર બની હીરોઈન

ભાઈ શાહીદ કપૂરની 2015ની ફિલ્મ `શાનદાર' દ્વારા બૉલીવૂડમાં ડેબ્યુ કરનારી સના કપૂર હવે હીરોઈન બની ગઈ છે. ગત મંગળવારે તેણે અભિષેક સકસેના દિગ્દર્શિત ફિલ્મ `સરોજ કા રિશ્તા'માં મુહૂર્ત શોટ આપીને હીરોઈન તરીકેની તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ વખતે તેને આશીર્વાદ આપવા સેટ પર તેના મમ્મી-પપ્પા અને પીઢ કલાકારો પંકજ કપૂર - સુપ્રિયા પાઠક પણ હાજર રહ્યાં હતાં.
ફિલ્મનું શૂટિંગ એક ગીતના ચિત્રાંકન સાથે શરૂ થયું હતું અને કોરિયોગ્રાફર શબીના ખાને સનાની નૃત્ય કળાના ભારે વખાણ કર્યાં હતાં. આ ફિલ્મ પિતા-પુત્રીની રિલેશનશિપ પર આધારિત છે. શરૂઆતમાં નર્વસ જણાતી સના કૅમેરાનો સામનો કરતાં જ સ્વસ્થ બની ગઈ હતી અને સુંદર કામગીરી દ્વારા તેણે બધાનાં દિલ જીતી લીધાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer