પીવી સિંધુ થાઇલૅન્ડ ઓપનની પ્રી ક્વાર્ટરમાં

પીવી સિંધુ થાઇલૅન્ડ ઓપનની પ્રી ક્વાર્ટરમાં
 
બેંગકોક, તા.11: ભારતની ટોચની બેડમિન્ટન મહિલા ખેલાડી પીવી સિંધુ થાઇલેન્ડ ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. વિશ્વ નંબર 3 સિંધુએ પહેલા રાઉન્ડમાં બલ્ગેરિયાની ખેલાડી વિશ્વ નંબર 43 લિંડા જેતચીરી સામે માત્ર 26 મિનિટમાં 21-8 અને 21-15થી જીત મેળવીને અંતિમ-16માં જગ્યા બનાવી હતી. સિંધુ ઉપરાંત પુરુષ વિભાગમાં પી. કશ્યપ અને એચએસ પ્રણોય પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. જ્યારે વૈષ્ણવી રેડ્ડીની પહેલા રાઉન્ડમાં જ હાર થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer