ખેલાડીઓના વિદ્રોહ બાદ તુષાર આરોઠેએ મહિલા ક્રિકેટ ટીમનું કોચપદ છોડયું

ખેલાડીઓના વિદ્રોહ બાદ તુષાર આરોઠેએ મહિલા ક્રિકેટ ટીમનું કોચપદ છોડયું

નવી દિલ્હી, તા. 11 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર આરોઠેએ ટીમની કેટલીક સ્ટાર ખેલાડીઓ સાથેના કથિત મતભેદને લીધે તેમનું પદ છોડી દીધું છે. એવા રિપોર્ટ છે કે મહિલા ખેલાડીઓને તેમની ટ્રેનિંગની રીત સામે વાંધો હતો. સંચાલન સમિતિ (સીઓએ)ના કાર્યકાળમાં એવું બીજીવાર થયું છે જ્યારે રાષ્ટ્રીય ટીમના કોચે ખેલાડીઓના વિદ્રોહને લીધે કોચપદ છોડયુ હોય. ગયા વર્ષે પુરુષ ટીમના કોચ અનિલ કુંબલેએ સુકાની વિરાટ કોહલી સાથેના મતભેદને લઇને રાજીનામું આપી દીધું હતું.
બીસીસીઆઇએ કહ્યું છે કે મહિલા ટીમના કોચ તુષાર આરોઠેનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમણે વ્યક્તિગત કારણોસર પદ છોડયુ છે તેવી બોર્ડે સફાઇ આપી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે તુષાર આરોઠેના માર્ગદર્શનમાં મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer