ભારત વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

ભારત વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : વર્ષ 2017 માટે વિશ્વ બૅન્કના અપડેટ કરેલાં આંકડાં દર્શાવે છે કે ફ્રાન્સને પછાડીને ભારત છઠ્ઠું મોટું અર્થતંત્ર બન્યું છે. વર્ષ 2017ના અંતે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 લાખ કરોડ ડૉલર નોંધાયો હતો, જે સામે ફ્રાન્સનો 2.582 લાખ કરોડ હતો. 
વિશ્વના ટોચના અર્થતંત્ર તરીકે યુએસે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યાર પછીના ક્રમે ચીન, જપાન અને જર્મની છે. બ્રિટન 2.622 લાખ કરોડ ડૉલરની જીડીપી સાથે પાંચમાં સ્થાને છે. 
સરકાર દ્વારા કરવામાં આવેલા રોકાણને પગલે દેશનું અર્થતંત્ર નાણાકીય વર્ષ 2018ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં સાત સપ્તાહની ટોચે વધીને 7.7 ટકા થયું હતું પણ તેનાથી જીડીપી વૃદ્ધિને ટેકો મળ્યો નહોતો અને તે વર્ષ 2017-18માં 6.7 ટકા નોંધાઈ હતી. 
નાણાં મંત્રાલયે કહ્યું છે કે વર્ષ 2018-19માં અર્થતંત્ર 7.5 ટકાની વૃદ્ધિ નોંધાવશે, જે આર્થિક સર્વેક્ષણમાં ટોચની શ્રેણી તરીકે અંદાજાયો છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફેડ (આઈએમએફ) એ ગયા વર્ષના ડિસેમ્બરમાં કહ્યું હતું કે ભારત વર્ષ 2018માં 7.4 ટકા અને વર્ષ 2019માં 7.8 ટકા વૃદ્ધિ કરશે અને ચીનને પાછળ મૂકશે જે અનુક્રમે 6.6 ટકા અને 6.4 ટકા વૃદ્ધિ કરશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ ઍન્ડ બિઝનેસ રિસર્ચે રજૂ કરેલા વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ (ડબ્લ્યુઈએલટી) 2018માં આગાહી કરાઈ છે કે વર્ષ 2018માં ટોચના અર્થતંત્ર બનવા માટે ભારત છલાંગ લગાવશે અને બ્રિટન અને ફ્રાન્સથી આગળ નીકળી જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer