બાઈક-રેસર ચેતના પંડિતે મોત વહાલું કર્યું

બાઈક-રેસર ચેતના પંડિતે મોત વહાલું કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : બાઈક-રેસર, મહિલા બાઈક કોચ અને રોયલ એનફિલ્ડની રોડ કેપ્ટન ચેતના નાગેશ પંડિતે મંગળવારે પોતાના ઘરે આત્મહત્યા કરી છે. ગોરેગામના પદ્માવતી નગરમાંના બિલ્ડિંગમાંની રૂમમાં પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ જોવા મળ્યો હતો. ચેતના પંડિત 27 વર્ષની હતી.
તેણે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઈડ-નોટમાં જણાવ્યું છે કે મારી મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ ન હોવાથી `હું આત્મહત્યા કરું છું.'ં થોડા દિવસ પૂર્વે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ ચેતના ઘણી દુ:ખી હતી, એવું તેની સાથે ભાડાનાં ઘરમાં રહેતી તેની બહેનપણીઓએ કહ્યું હતું. બે બહેનપણી સાથે ચેતના છેલ્લા ચાર-પાંચ મહિનાથી ભાડાંના ઘરમાં રહેતી હતી. આત્મહત્યા વખતે તે ઘરમાં એકલી હતી. રૂમમેટ ઘરે આવ્યા બાદ તેણે વારંવાર બેલ વગાડયા છતાં દરવાજો ન ખૂલતાં તેણે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલ્યા બાદ રૂમમાં તેનો પંખા પર લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. ફરિયાદ કર્યા બાદ દિંડોશી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer