આતંકવાદને કદી ઉત્તેજન નથી આપ્યું : ઝાકિર નાઇકનો દાવો

આતંકવાદને કદી ઉત્તેજન નથી આપ્યું : ઝાકિર નાઇકનો દાવો

મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : મેં ક્યારેય આતંકવાદને પ્રોત્સાહન નથી આપ્યું અને હંમેશાં સમાજમાં શાંતિ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે, એવો દાવો વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાઇકે કર્યો છે. બાંગ્લાદેશમાં એક બૉમ્બ વિસ્ફોટ કેસના આરોપીએ ગયા વર્ષે નાઇકના પ્રવચનોથી પોતે પ્રભાવિત થયાનું નિવેદન આપ્યા બાદ ભારતમાં નાઇક વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ માટે ઉશ્કેરણી અને હવાલાનાં નાણાંની હેરાફેરી સંબંધી કેસો થયા હતા. જોકે એ સમયે તે વિદેશમાં હોવાથી તેની સામે ધરપકડ સહિતની કોઇ કાર્યવાહી થઇ નથી. હાલમાં નાઇક મલેશિયામાં છે. નાઇક તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેણે આશરો આપનારા મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહંમદનો આભાર પણ માન્યો છે. મુંબઈમાં જન્મેલા નાઇકના પ્રત્યાર્પણની ભારત સરકારની અપીલ પણ મોહંમદે નકારી કાઢી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer