ભાડૂતી ઘરમાં અૉફિસ ખોલવા બદલ પ્રીતિ ઝિંટા કાનૂની વિવાદમાં

ભાડૂતી ઘરમાં અૉફિસ ખોલવા બદલ પ્રીતિ ઝિંટા કાનૂની વિવાદમાં

મુંબઈ, તા. 11 : અભિનેત્રી પ્રીતિ ઝિંટા ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઇ છે. પ્રીતિની કંપની કેપીએચ ડ્રીમ્સ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડની સામે કોર્ટમાં કેસ કરાયો છે. ચંદીગઢના ડૉ. સુભાષ સતીજાએ પ્રીતિની કંપની વિરુદ્ધ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે મેં મારું ઘર પ્રીતિને ભાડેથી રહેવા માટે આપ્યું હતું પરંતુ તેમણે ઘરમાં અૉફિસ બનાવી હતી. 
સંપત્તિ વિભાગને સતીજાના ઘરમાં અૉફિસ ધમધમતી હોવાની જાણ થતાં સંપત્તિના ગેરઉપયોગ પ્રકરણે સતીજાને 38 લાખ રૂપિયા ભરી જવાની નોટિસ ફટકારી હતી. સતીજાએ આ રકમ પ્રીતિની કંપની પાસેથી વસૂલ કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી છે.
પ્રીતિની કંપનીએ આ અરજીને રદ કરવાની માગણી કરતી અરજી કરી હતી પરંતુ કોર્ટે પ્રીતિની આવી અરજી ફગાવી દીધી છે. હવે કંપનીના વિરોધમાં દાખલ થયેલો આ કેસ ચાલશે અને કોર્ટે સુનાવણીની તારીખ 23 જુલાઇ નક્કી કરી છે. આ સાથે જ કોર્ટે કંપનીને આ ભાડૂતી ઘરમાં અૉફિસનું કામકાજ બંધ કરવાનો આદેશ પણ કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer