લો, હવે સંજયની આત્મકથા પ્રસિદ્ધ થશે

લો, હવે સંજયની આત્મકથા પ્રસિદ્ધ થશે

અભિનેતા સંજય દત્ત તેના પર બનેલી બાયોપિક `સંજુ'ને મળેલી અભૂતપૂર્વ સફળતાને પગલે સાતમા આસમાનમાં વિહરી રહ્યો છે અને આ બાયોપિક પૂરતી ન હોય તેમ હવે તેણે પોતાની આત્મકથા પ્રસિદ્ધ કરવા માટે પબ્લિશર હાર્પર કોલીન્સ સાથે કરાર કર્યા છે.
બીજી તરફ `સંજુ'ને મળેલી જબરદસ્ત સફળતાથી પ્રેરાઈને એક અન્ય નિર્માતાએ સંજય દત્ત અભિનિત તેની ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી બમણી રકમની માગણી કરી છે. આ ફિલ્મ છે `સાહેબ, બીબી ઔર ગૅંગસ્ટર-3'. નિર્માતાએ ડિસ્ટ્રિબ્યુટર્સને અગાઉ નક્કી કરાયેલી રૂા. 10 કરોડની રકમને બદલે રૂા. 20 કરોડ ચૂકવવા જણાવ્યું છે જ્યારે સંજય દત્તની પત્ની માન્યતા તેમના હોમ પ્રોડક્શન `પ્રસ્થાનમ્'ની સફળતા માટે ન્યૂમેરોલૉજિસ્ટોની મુલાકાત લઈ રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer