અક્કી દેખાયો જ્યૉર્જ કલૂનીના લૂકસમાં

અક્કી દેખાયો જ્યૉર્જ કલૂનીના લૂકસમાં

બૉલીવૂડના સૌથી વધુ સફળ અભિનેતાઓમાં અક્ષયકુમારની ગણના થાય છે. તેણે છેલ્લે છેલ્લે `ટોઇલેટ: એક પ્રેમકથા' જેવી સમાજમાં જાગરુકતા લાવનારી ફિલ્મનું નિર્માણ કરી એક પ્રકારે પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.
જોકે અક્કીની બાબતમાં લેટેસ્ટ સમાચાર એ છે કે હાલ તેણે હૉલીવૂડના સ્ટાર જ્યોર્જ કલૂની જેવો લૂક્સ મેળવ્યો છે. અક્ષયકુમારે પોતાના આ નવા `અવતાર' વિશે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મારા `સોલ્ટ ઍન્ડ પેપર' લૂક (ચહેરા પર સ્મિત સાથે) માટે હું ઓપન-માઇન્ડેડ છું. હકીકતમાં મારા સ્ટાઇલીસ્ટ અને મારી વચ્ચે આ નવા દેખાવ બાબતે લગભગ મહિનાથી ચર્ચા ચાલતી હતી અને તેને માટે મેં ખાસ ચાઇનાથી સિલ્વર હેર વેક્સનો અૉર્ડર કર્યો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer