`કેદારનાથ''નું શૂટિંગ પૂરું થતાં અભિષેક કપૂર રજા ગાળવા બાલી પહોંચ્યો

`કેદારનાથ''નું શૂટિંગ પૂરું થતાં અભિષેક કપૂર રજા ગાળવા બાલી પહોંચ્યો

હવે જ્યારે પોતાની ફિલ્મ `કેદારનાથ'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂકયું છે તેવા સમયે ફિલ્મનો દિગ્દર્શક અભિષેક કપૂર પત્ની પ્રજ્ઞા અને અઢી વર્ષના પુત્ર ઈશાનને લઈને બાલીની ટુર પર ઉપડી ગયો છે.
આ ફિલ્મ દ્વારા અભિષેકે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારાને બૉલીવૂડમાં ડેબ્યુ કરાવ્યું છે. પોતાના આ વેકેશનથી ભારે ઉત્સાહિત એવા અભિષેકે જણાવ્યું હતું કે `હું પહેલવહેલી વખત બાલીના પ્રવાસે જઈ રહ્યો છું અને આ પ્રવાસ અમારા માટે ચિરસ્મરણીય ઠરશે એવી આશા રાખું છું. તદુપરાંત અમારા આગામી સંતાનનું આ ધરતી પર આગમન થાય તે પૂર્વે હું અને પ્રજ્ઞા ઈશાન સાથે `ક્વોલિટી ટાઇમ' વીતાવવા માગીએ છીએ. અભિષેક ઉર્ફે ગટ્ટુ વીતેલા વર્ષોના અભિનેતા અને `જમ્પિંગ જેક' તરીકે ઓળખાતા જીતેન્દ્રનો સગો ભત્રીજો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer