સલમાન બાળપણના મિત્ર ઇકબાલના પુત્રને `હીરો'' બનાવશે

સલમાન બાળપણના મિત્ર ઇકબાલના પુત્રને `હીરો'' બનાવશે

સલમાન ખાને તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે પોતાના બેનર હેઠળ નિર્માણ કરાનારી ફિલ્મમાં તેના બાળપણના મિત્ર ઇકબાલના પુત્ર ઝહીરને હીરો તરીકે લેશે. આ ફિલ્મ `નોટબુક'નું શૂટિંગ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં આરંભ કરાશે. ફિલ્મનો દિગ્દર્શક નીતિન કક્કર આ માટે ખીણમાં રેકી કરી રહ્યો છે, જ્યાં તે ફિલ્મનું સ્ટાર્ટ-ટુ-ફીનીશ શૂટિંગ કરશે. સલ્લુમિયાંની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ `રેસ-3' છે.
બૉલીવૂડના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મના બે અન્ય નિર્માતા મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે હોઈ તે એક `લવ સ્ટોરી' છે. હાલ ઝહીરને ઍકશનના દૃશ્યો તેમ જ ડાન્સ માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઝહીર સામે હીરોઇન તરીકે પણ નવો ચહેરો લેવામાં આવશે, એમ સૂત્રોએ વધુમાં કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer