સેરેના અને કર્બર ફાઇનલમાં

સેરેના અને કર્બર ફાઇનલમાં

લંડન તા.12: સાત વખતની ચેમ્પિયન અને માતૃત્વ બાદ વાપસી કરનાર અમેરિકાની પૂર્વ નં. વન સેરેના વિલિયમ્સે વિમ્બલ્ડનના ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યોં છે. સેરેનાએ સેમિમાં જર્મનીની જુલિયા જિયોર્જિસ સામે 6-2 અને 6-4થી જીત મેળવી હતી. સેરેના હવે ફાઇનલમાં જર્મનની એન્જેલિકા કર્બર સામે ટકરાશે. જર્મનીની પૂર્વ નંબર વન એન્જેલિકા કર્બર પહેલા સેમિ ફાઇનલમા લાતિવીયાની 12મા નંબરની ખેલાડી જેલેના એસ્ટાપેન્કો સામે 6-3 અને 6-3થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા પાકી કરી હતી. કર્બરે બીજીવાર વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer