જૂનમાં રિટેલ ફુગાવો વધીને પાંચ ટકા થયો

જૂનમાં રિટેલ ફુગાવો વધીને પાંચ ટકા થયો

મેમાં ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલની તુલનાએ ઘટીને 2.8 ટકા નોંધાયું

નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : જૂનમાં રિટેલ ફુગાવો વધીને પાંચ ટકા થયો છે જે જાન્યુઆરી માસ બાદ સૌથી વધારે છે. જ્યારે મેમાં ઔદ્યોગિક ઉત્પાદન અપ્રિલની તુલનાએ ઘટીને 2.8 ટકા નોંધાયુ હોવાનું સરકારે ગુરુવારે જાહેર કર્યું હતું. તે સાથે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન મે માસમાં 2.80 ટકા ઉપર પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ સ્થિર જોવા મળ્યુ છે. 
જૂનમાસમાં રિટેલ ફુગાવો (સીપીઆઇ) મે માસના 4.87 ટકાથી વધીને પાંચ ટકા થયો છે.જોકે, બજારનો અંદાજ ફુગાવો 5.3 ટકા રહેવાનો હતો તે કરતા ફુગાવો ઓછો કહી શકાય. 
દેશનુ ઔદ્યોગિક ઉત્પાદન મે માસમાં વાર્ષિક ધોરણે 3.2 ટકા રહ્યું હતું જોકે,  એપ્રિલ માસમાં 5.2 ટકાની સામે મે માસમાં માસિક ધોરણે 2.8 ટકા નોંધાયુ હતું. એપ્રિલથી મે માસ દરમિયાન ઔદ્યોગક ઉત્પાદન તેના પાછલા વર્ષની તુલનાએ ચાર ટકા વધ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer