`ફામ'' આંતરરાજ્ય વેચાણમાં છૂટની મર્યાદા વધારવા વિનંતી કરશે


ભાજપ દ્વારા વેપારીઓની વિવિધ સમસ્યા અંગે રવિવારે બેઠક
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર, કેબિનેટ કક્ષાના પ્રધાનનો દરજ્જો ધરાવતા વરિષ્ઠ વિધાનસભ્ય રાજ કે. પુરોહિત અને નગરસેવક અતુલ શાહે આવતી 15મી જુલાઈએ સવારે દસ વાગે સહ્યાદ્રી અતિથિગૃહમાં વેપારી સમુદાયની ખાસ બેઠકનું આયોજન કર્યું છે. તેઓએ `ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર' - `ફામ'ને વેપારીઓ સાથે આવી બેઠક અંગે સમન્વય સાધવાનું કહ્યું છે. તેમાં વેપારીઓને જીએસટી સંબંધિત સહિત વિવિધ સમસ્યાઓ રજૂ કરવાનું કહ્યું છે. `ફામ' તરફથી આંતરરાજ્ય વેચાણ માટેની છૂટની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની વિનંતી કરવામાં આવશે. `ફામ' તરફથી વેપારી સંગઠનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારને જીએસટી કાઉન્સિલમાં ઉઠાવવા માટે વિનંતી કરી શકાય એવા મુદ્દા `ફામ'ની કચેરીમાં મોકલવામાં આવે. જેથી વેપારીઓની જીએસટી સહિત વિવિધ સમસ્યાઓ હલ કરી શકાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer