જાધવ કેસ : આઈસીજેમાં પાક 17મીએ બીજું કાઉન્ટર-મેમોરિયલ નોંધાવશે


ઈસ્લામાબાદ, તા. 12: જાસૂસી અને આતંકવાદના આરોપસર પાકિસ્તાનની મિલિટરી કોર્ટે ફાંસીસજા ફરમાવેલા ભારતીય નાગરિક કુલભૂષધ જાધવની કસૂરવાની અંગે પાક આગામી તા. 17મીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઈસીજે)માં દ્વિતીય કાઉન્ટર-મેમોરીઅલ નોંધાવશે એમ મીડિયામાંના અહેવાલ જણાવે છે. ગઈ તા. 23 જાન્યુ.એ આઈસીજેએ પાક અને ભારતને આ કેસમાં મેમોરીઅલ્સનો બીજો દોર નોંધાવવાની મહેતલ આપી હતી. પાકનું મેમોરીઅલ,  હેગ સ્થિત આઈસીજેમાં ભારતે નોંધાવેલી દલીલોના જવાબરૂપ હશે. તે નોંધાવાયા પછી આઈસીજે આગામી સુનાવણી-જે આવતા વર્ષે થવા વકી છે-ની તારીખ નકકી કરશે. અન્ય બાબતોની સુનાવણી સુધ્ધાં આવતા વર્ષના માર્ચ/એપ્રિલમાં ઓલરેડી નિશ્ચિત થઈ હોઈ સુનાવણી આ વર્ષે થવાના ચાન્સ ન હોવાનું સીનિ. ધારાશાત્રી જણાવે છે.
જાધવને સજા ફરમાવાઈ પછી ભારતે ગયા મેમાં આઈસીજેમાં ધા નાખી હતી. આઈસીજેની દસ સભ્યોની બેન્ચ, કેસનો ચૂકાદા સુધી જાધવને ફાંસી આપવામાંથી પાકને ગઈ તા. 18મેએ રોકયું હતું. ભારતે તેની લેખિત દલીલોમાં એવો આક્ષેપ કર્યો છે કે જાધવને કોન્સ્યુલર એક્સેસ (રાજદ્વારી રાહે મળવાની છુટ)ન આપી પાકે વિયેના સંધિનો ભંગ કર્યો છે. જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલી વ્યક્તિને આવી એક્સેસ સુલભ ન કરાવવી એવું કંઈ આ સંધિમાં જણાવાયું નથી એવી ભારતની દલીલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer