ખેડૂતોની ખુશહાલી માટે કેન્દ્ર અને રાજ્યોએ મળીને કૃષિનીતિ તૈયાર કરવી જોઇએ : જેટલી

ખેડૂતોની ખુશહાલી માટે કેન્દ્ર અને રાજ્યોએ મળીને કૃષિનીતિ તૈયાર કરવી જોઇએ : જેટલી

મુંબઈ, તા.12 (પીટીઆઇ) : કૃષિ ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સહકાર સાધીને એવી નીતિ બનાવવી જોઇએ જેથી દેશભરના ખેડૂતોને તેનો લાભ મળે અને ખેતીની આવક બમણી થાય, એવું સૂચન કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ આજે કર્યું હતું. 
કૃષિ ઉત્પાદનોની ખરીદી અને ધિરાણ માટેના નાબાર્ડના 37મા સ્થાપના દિને મુંબઈમાં આયોજિત સમારોહને વીડિયો લિંકના માધ્યમથી સંબોધતા જેટલીએ કહ્યું હતું કે કૃષિ ક્ષેત્ર કેન્દ્ર અને રાજ્ય બંને માટે ચિંતાનો વિષય છે, કેમ કે બંનેની નીતિ વેગળી છે. આવી સ્થિતિ ટાળવા આપણે જીએસટીની જેમ એક દેશ એક કૃષિનીતિ તૈયાર કરવી જોઇએ. દેશમાં જીએસટી એવી નીતિ છે જે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને તૈયાર કરી છે અને તે સફળ રહી છે. જો કૃષિનીતિ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને તૈયાર કરે તો તેનાથી ખેડૂતોની સમસ્યાઓ હળવી થવાં ઉપરાંત તેમને વધુ લાભ પણ થશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer