બૅન્ગલુરુના આકાશમાં ઇન્ડિગોનાં બે વિમાનની ટક્કર સહેજમાં ટળી

બૅન્ગલુરુના આકાશમાં ઇન્ડિગોનાં બે વિમાનની ટક્કર સહેજમાં ટળી
 
300થી વધુ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

મુંબઈ, તા.12 (પીટીઆઇ) : બૅન્ગલુરુના આકાશમાં મંગળવારે ઇન્ડિગો ઍરલાઇનનાં બે વિમાનોની ટક્કર ટળી જતાં લગભગ 330 પ્રવાસીઓ સહેજમાં બચી ગયા હતા. અૉથોરિટીએ આ ઘટનાની તપાસના આદેશો આપ્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 
ઇન્ડિગોના પ્રવક્તાએ આ ઘટના વિશે કહ્યું હતું કે આ ઘટના સાથે કોઇમ્બતુરથી હૈદરાબાદ અને બૅન્ગલુરુથી કોચિન વચ્ચેનાં વિમાનો સંકળાયેલાં હતાં. હૈદરાબાદ જઈ રહેલા વિમાનમાં 162 અને બીજા વિમાનમાં 166 મુસાફરો હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આકાશમાં માત્ર 200 ફૂટના અંતરે બન્ને વિમાનો સામસામે આવી ગયાં ત્યારે ટ્રાફિક કોલિસન અવૉઇડન્સ સિસ્ટમ (ટીસીએએસ) અલાર્મ વાગતાં આ ભયંકર અકસ્માત ટળ્યો હતો. ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રવક્તાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અમે ડિરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ એવિયેશનને આ ઘટનાની માહિતી આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer