આધ્યાત્મિક ગુરુ દાદા જે. પી. વાસવાણીનું નિધન

આધ્યાત્મિક ગુરુ દાદા જે. પી. વાસવાણીનું નિધન

પુણે, તા.12 (પીટીઆઇ) : સાધુ વાસવાણી મિશનના વડા અને આધ્યાત્મિક ગુરુ દાદા જે. પી. વાસવાણીનું 99 વર્ષની જૈફ વયે નિધન થયું હોવાનું મિશનના મેમ્બર ઉષા કરનાણીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે વધતી ઉંમર સાથે દાદાને વૃદ્ધત્વસંબંધી નાની મોટી બીમારીઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસથી એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી. તેમની તબિયતમાં સુધારો જણાતા બુધવારે રાત્રે હૉસ્પિટલમાંથી ઘરે લાવવાની છૂટ મળી હતી. જોકે આજે મિશનના પરિસરમાં જ દાદાએ અંતિમ શ્વાસ લીધા હતા. આવતા મહિને જ દાદા એકસો વર્ષના થવાના હોવાથી મિશને ભવ્ય ઉજવણીની યોજના કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer