શું દિલ્હી `કચરાના ડુંગર'' પર છે : નારાજ સુપ્રીમનો એલજીને ઠપકો

શું દિલ્હી `કચરાના ડુંગર'' પર છે : નારાજ સુપ્રીમનો એલજીને ઠપકો

ઘન કચરાના નિકાલ માટે યોગ્ય  પગલાં નહીં લેવા બદલ અદાલતે ઝાટકણી કાઢી
 
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ): સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગંભીર નારાજગી સાથે જણાવ્યું હતું કે, દિલ્હી `કચરાના ડુંગર' પર બેઠું છે. ઘન કચરા વ્યવસ્થાપનના મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવા બદલ સુપ્રીમે લેફ્ટનન્ટ ગવર્નરની ઝાટકણી કાઢી હતી.
રાજધાનીમાં ગાઝીપુર, ઓખલા અને ભલસ્વા એ ત્રણ સાઈટ્સના સંદર્ભ સાથે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, એલજી સહિતના સત્તાધીશોએ કોઈ જ પગલાં નહીં લેતાં દિલ્હી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
ન્યાયમૂર્તિ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠને એલજી કચેરી અને દિલ્હી સરકારે જણાવ્યું હતું કે, ઘન કચરાના નિકાલની જવાબદારી ખરેખર તો મહાનગરપાલિકાઓની છે.
આવી સ્પષ્ટતાથી રોષે ભરાયેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ તો જવાબદારીનો ટોપલો બીજા પર નાખી દેવાની વાત થઈ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer