મુંબઈ મેટ્રો-3ની પાંચ કિલોમીટરની ટનલનું કામ પૂરું થયું

મુંબઈ મેટ્રો-3ની પાંચ કિલોમીટરની ટનલનું કામ પૂરું થયું

મુંબઈ, તા. 12 : મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (એમએમઆરસી) આજે જાહેર કર્યું હતું કે કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો કોરિડોરની પાંચ કિલોમીટરની ટનલ નાખવાનું કામ તેણે પૂરું કર્યું છે. શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો લાઈનમાં વિવિધ સ્થળોએ ટનલ બોરિંગ મશીનો (ટીએમબી)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
એમએમઆરસીના મૅનેજિંગ ડિરેકટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શરૂ થયો તેના એક વર્ષની અંદર મેટ્રો માટે પાંચ કિલોમીટર ભૂગર્ભ ટનલ ખોદવામાં આવી ચૂકી છે અને આ રેલવે લાઈન લક્ષ્યાંક પ્રમાણે ડિસેમ્બર, 2021 સુધીમાં પૂરું કરવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer