પટણામાં અમિત શાહ-નીતિશ વચ્ચે સફળ બેઠક : જદ (યુ)-ભાજપનું ગઠબંધન અતૂટ

પટણામાં અમિત શાહ-નીતિશ વચ્ચે સફળ બેઠક : જદ (યુ)-ભાજપનું ગઠબંધન અતૂટ

પટણા, તા. 12: બિહારમાં એનડીએના ગઠબંધનમાં બેઠક વહેંચણી સંબંધે ભાજપ પ્રમુખ અમિત શાહ અને જદ (યુ)ના અધ્યક્ષ નીતિશકુમાર વચ્ચે આજે યોજાએલી બેઠક બાદ શાહે જણાવ્યુ હતું કે બિહારમાં ભાજપ અને જદ (યુ)નું ગઠબંધન અતૂટ છે અને આવનાર સમયમાં બેઉ પક્ષો સાથે મળી ચૂંટણી લડશે. '19ની ચૂંટણીમાં એનડીએને બિહારની તમામ 40 બેઠકો પર વિજય મળશે એઁવો દાવો તેમણે કર્યો હતે. બેઉ સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણી સહિતના કેટલાક મુદ્દે મતભેદો હોવાના અહેવાલ વચાળે બેઉ નેતાઓ વચ્ચે આજે યોજાએલી બેઠક 4પ મિનિટ ચાલી હતી, તેમાં નાયબ સીએમ સુશીલકુમાર મોદી અને રાજ્ય ભાજપ પ્રમુખ નિત્યાનંદ રાય પણ ઉપસ્થિત હતા. બેઉ નેતા નીતિશકુમાર યોજિત રાત્રિભોજન માટે ય મળ્યા હતા. ભાજપએ જદ(યુ)ને એવી હૈયાધારણ આપી હતી કે, બિહારમાંના તેના દરજ્જાનો ભાજપ આદર કરે છે અને રાજ્યના ભાવિ માટે સીએમ (નીતિશકુમાર)ને અનિવાર્ય હોવા તરીકે જુએ છે. મીડિયાના રિપોર્ટ એવા છે કે નીતિશકુમાર ઈચ્છે છે કે બિહારમાં તેમને એનડીએનો ચહેરો બનાવવામાં આવે.(જુલાઈ '17માં એનડીએ-2એ રાજ્યમાં સત્તા દોર સંભાળ્યા પછી શાહની બિહારની આ પ્રથમ બેઠક હતી.)
નીતિશ સાથેની બેઠક બાદ શાહે જ્ઞાનભવન ખાતે પક્ષના દસ હજાર જેટલા પાયાના કાર્યકરોને સંબોધ્યા હતા. 
નીતિશકુમારે શાહના માનમાં આજે યોજેલું રાત્રિભોજન,  નીતિશે '10માં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવા આવેલા ભાજપી નેતાઓના માનમાં યોજેલી આવી જ રાત્રિભોજન મિજબાની એકાએક રદ કર્યાના 8 વર્ષ પછી યોજાયુ હતું. '10માંના નીતિશના એ પગલાએ બેઉ પક્ષો વચ્ચે કડવાશ સર્જી હતી.
બિહારમાં એનડીએ સામે બેઠક વહેંચણી જટીલ સવાલ છે. જદ(યુ) '1પની વિધાનસભા ચૂંટણીના પરિણામ મુજબ બેઠક વહેંચણી ચાહે છે, જ્યારે ભાજપની માગણી એવી છે કે '14ના આધારે બેઠક વહેંચણી થાય.14ની  લોકસભા ચૂંટણીમાં ભાજપ (22), એલજેપી (6) અને આરએલએસપી (3) સાથે મળી જે 40 બેઠકોએ ચૂંટણી લડયા હતા તેમાંથી 31 બેઠકો જીત્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer