સેન્સેક્ષ-નિફટી લાઈફટાઈમ ટોચે

સેન્સેક્ષ-નિફટી લાઈફટાઈમ ટોચે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : શૅરબજારો આજે સકારાત્મક વૈશ્વિક પરિબળો અને રોકાણકારોના ઉત્સાહના પગલે લાઈફટાઈમ ટોચે ઈન્ટ્રા-ડેમાં પહોંચ્યા હતા.
એસએન્ડપી સેન્સેક્ષ દિવસ દરમિયાન 400 પૉઈન્ટ ઊછળી 36444ના સ્તરે અને નિફટી-50 પાંચ મહિનાના ગાળા બાદ 11000ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યા હતા.
ક્રૂડતેલના ભાવમાં 5થી 6 ટકાના ઘટાડા, ટ્રેડ વૉર નિવારવા ચીન અને અમેરિકા મંત્રણાની તૈયારીઓ કરી રહ્યા હોવાના સમાચાર, ડૉલર સામે રૂપિયો 19 પૈસા મજબૂત ખૂલવાની ઘટના તેમ જ વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ) અને સ્થાનિક રોકાણકારો દ્વારા ખરીદીના પગલે શૅરબજારો આજે દિવસ દરમિયાન ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer