બીજા દાવમાં પણ આફ્રિકાનો ધબડકો : પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો વિજય

બીજા દાવમાં પણ આફ્રિકાનો ધબડકો : પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો વિજય
 
ગાલે, તા. 15 : દિમૂથ પરેરાની જાળમાં ફસાઇને દ.આફ્રિકાનો પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં પણ માત્ર 73 રનમાં ધબડકો થયો હતો. આથી શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસની અંદર જ 278 રને જીતી લીધો હતો અને 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી.
શ્રીલંકાએ પ્રથમ દાવમાં 287 અને બીજા દાવમાં 190 રન કર્યા હતા. આ સામે દ.આફ્રિકાની ટીમનો બન્ને દાવમાં અનુક્રમે 126 અને 73 રને નાટકીય ધબડકો થયો હતો. આફ્રિકાની  શ્રીલંકા સામે આ સૌથી મોટી હાર નોંધાઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer