વિન્ડિઝનો બાંગ્લાદેશ સામે 2-0થી ટેસ્ટ શ્રેણીવિજય

વિન્ડિઝનો બાંગ્લાદેશ સામે 2-0થી ટેસ્ટ શ્રેણીવિજય

કિંગસ્ટન, તા. 15 : સુકાની જેસીન હોલ્ડરની 6 વિકેટની મદદથી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે ત્રીજા દિવસે જ 166 રને જીત મેળવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વિન્ડિઝનો 2014 બાદ આ પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય છે. હોલ્ડરે ટેસ્ટમાં કુલ 11 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં 354 અને બીજા દાવમાં 129 રન થયા હતા. જ્યારે બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 149 અને બીજા દાવમાં 168 રન કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer