ડબલ્સમાં માઇક બ્રાયનનો 17મો ગ્રાંડસ્લેમ ખિતાબ

ડબલ્સમાં માઇક બ્રાયનનો 17મો ગ્રાંડસ્લેમ ખિતાબ

વિમ્બલ્ડનના પુરુષ વિભાગના ડબલ્સમાં અમેરિકાના માઇક બ્રાયન અને તેનો જોડીદાર જેક સોકની જોડી ચેમ્પિયન બની છે. માઇકના જોડીયો ભાઇ બોબ બ્રાયન ઇજાગ્રસ્ત હતો. આથી માઇક વિમ્બલ્ડનમાં નવા જોડીદાર જેક સોક સાથે ઉતર્યોં હતો અને વિજેતા બન્યો છે. આ જોડીએ ફાઇનલમાં આફ્રિકાના રાવેન કલાસેન અને ન્યુઝીલેન્ડના માઇકલ વીનસને 6-3, 6-7, 5-7 અને 7-પથી હાર આપી હતી. માઇક બ્રાયનનો આ કુલ 17મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. 40 વર્ષનો માઇક વિમ્બલડનમાં સૌથી મોટી વયે વિજેતા બનનારો ખેલાડી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer