સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં નિક્રિય ખાતાંમાં 300 કરોડ : કોઈ દાવેદાર નથી


ઝુરિક, તા.15 : સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં કાળા નાણાં છુપાવાયા હોવા મુદ્દે ભારતમાં લાંબો વખતથી રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે એક નવા ખુલાસા અનુસાર સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં નિક્રીય ખાતાઓમાં 300 કરોડ રૂપિયા જેવી ગંજાવર રકમ જમા પડી છે અને ત્રણ-ત્રણ વર્ષ પછી પણ તેના ઉપર દાવો કરવા કોઈ સામે આવી રહ્યું નથી.
સ્વિસ બેન્કિંગ વ્યવસ્થાની દેખરેખ કરતી સંસ્થાએ પહેલીવાર ડિસેમ્બર 2015માં કેટલાંક નિક્રીય ખાતાઓની એક સૂચિ જારી કરી હતી. જેમાં સ્વિસ નાગરિકો ઉપરાંત ભારતીયોનાં પણ ખાતા હોવાનું સામે આવેલું. ત્યારથી અત્યાર સુધીમાં સમયાંતરે આ યાદી વારંવાર બહાર પાડવામાં આવી હોવા છતાં હજી સુધી આ ખાતાઓ ઉપર દાવો કરવાં કોઈ સામે આવ્યું નથી. આ યાદીમાં 3500 જેટલાં ખાતા છે અને તેમાં છ ખાતા ભારતીયોનાં હોવાનું કહેવાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer