એકસાથે લોકસભા, વિધાનસભા ચૂંટણી : રજનીકાંત મોદીની પડખે


દક્ષિણના સુપરસ્ટારે કહ્યું : પૈસા, સમયની બચત થશે

ચેન્નાઈ, તા. 15 : દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવા પર છેડાયેલી ચર્ચા વચ્ચે અભિનેતામાંથી રાજનેતા બનેલા દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં સૂર સાથે આ માંગનું સમર્થન કર્યું હતું.
આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કરનારા રજનીએ રવિવારે જણાવ્યું હતું કે, પૈસા અને સમયની બચત થતી હોવાથી એકસાથે ચૂંટણીઓનું સમર્થન કરું છું.
અગાઉ એકસાથે લોકસભા, વિધાનસભા ચૂંટણી માટે ભાજપને સપા, જેડીયુ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું સમર્થન મળ્યું હતું.
બીજી તરફ, દ્રમુકે તેને બંધારણના બુનિયાદી સિદ્ધાંતોથી વિરુદ્ધ ગણાવ્યું હતું. સપા નેતા રામગોપાલ યાદવે સાથે ચૂંટણીની પ્રણાલી 2019થી જ શરૂ કરી દેવાની તરફેણ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer