મોડકસાગર છલકાયું

મોડકસાગર છલકાયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈને પાણી પૂરું પાડતું મહત્ત્વનું મોડકસાગર તળાવ આજે બપોરે 3.05 વાગે છલકાઈને વહેવા માંડયું છે.
ગત નવમી જુલાઈએ તુલસી તળાવ છલકાયું હતું. બાદમાં આજે મોડકસાગર છલકાયું છે. મોડકસાગર મુંબઈને દરરોજ 440 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે. મુંબઈની પાણીની દૈનિક જરૂરિયાત 3750 મિલિયન લિટર છે. મુંબઈની પાણીની વાર્ષિક જરૂરિયાત 14.47 લાખ મિલિયન લિટર છે. ચોમાસાના અંતે પાણીનો જથ્થો 14.47 લાખ મિલિયન લિટર ન હોય તો પાલિકાને કાપ મૂક્વો પડે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer