કોઈ પણ પ્રશ્ન પૂછો, જવાબ આપશે સ્માર્ટ સ્પીકર : ધારાવીમાં પ્રયોગ

કોઈ પણ પ્રશ્ન પૂછો, જવાબ આપશે સ્માર્ટ સ્પીકર : ધારાવીમાં પ્રયોગ

મુંબઈ, તા. 15 : આઈઆઈટી, મુંબઈ અને સ્વાનસી વિદ્યાપીઠની પહેલથી શહેરના ધારાવી વિસ્તારમાં લગભગ 20 દુકાનોમાં વિશિષ્ટ પ્રકારના સ્પીકર લગાડાયાં છે. તમે પૂછો એ દરેક પ્રશ્નનો ઉત્તર કેટલીક ક્ષણોમાં એ આપે છે.
મુંબઈનું વાતાવરણ, પૃથ્વી અને ચંદ્રનું અંતર, વિવિધ દેશોની રાજધાની, ઈતિહાસ, ભૂગોળ વગેરેનાં કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ સ્પીકર આપે છે.
એક સ્પીકરની કિંમત લગભગ પાંચ હજાર રૂપિયાની છે અને હાલ ધારાવીની 20 દુકાનોમાં મૂકવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કેમ કરવો તેનું પ્રશિક્ષણ આઈઆઈટી રિસર્ચ ટીમ દ્વારા આપવામાં આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer