ચૂંટણીમાં રશિયાની દખલ : ટ્રમ્પે ઓબામાને જવાબદાર ગણાવ્યા

ચૂંટણીમાં રશિયાની દખલ : ટ્રમ્પે ઓબામાને જવાબદાર ગણાવ્યા

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાનો કથિત હસ્તક્ષેપ નહીં રોકવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જવાબદાર ગણાવ્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, 2016માં હિલેરી ક્લિન્ટનના ચૂંટણી અભિયાન અને ડોમોક્રેટિક નેશનલ કમિટીના કોમ્પ્યુટર નેટવર્કના રશિયા દ્વારા હેકિંગને રોકવા માટે ઓબામા તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાયાં નહોતાં.
અહેવાલ અનુસાર, ગ્રાન્ડ જ્યુરીએ કોમ્પ્યુટર નેટવર્કસ હેક કરાવવાના પ્રયાસો માટે મોસ્કોના 12 ગુપ્તચર અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હતો.
ટ્રમ્પે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, 12 અધિકારીઓ પર આરોપની વાત સાંભળી. આ ઘટના ઓબામા પ્રશાસનમાં થઈ હતી ટ્રમ્પ પ્રશાસનમાં નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer