અકસ્માતને કારણે ટ્રાફિક જામ મુંબઈ-પુણે ધોરી માર્ગ ઉપર બે મોટરકાર ટકરાતાં સાતનાં મોત, બેને ઈજા

અકસ્માતને કારણે ટ્રાફિક જામ મુંબઈ-પુણે ધોરી માર્ગ ઉપર બે મોટરકાર ટકરાતાં સાતનાં મોત, બેને ઈજા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈ-પુણે રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર કાર્લા ફાટા પાસે સ્વીફ્ટ કાર અને સેન્ટ્રો કાર વચ્ચે થયેલી ટક્કરમાં સાત જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે બે જણા ઘવાયા છે. આ અકસ્માતને લીધે મુંબઈ-પુણે રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો છે અને વાહનોની લગભગ બે કિ.મી. લાંબી લાઈન લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુણેથી મુંબઈ તરફ આવતી સ્વીફ્ટ કાર (એમએચ14 સીએક્સ 8339) ઉપરથી ડ્રાઈવરે અંકુશ ગુમાવ્યો હતો તેથી તે રોડ ડિવાઈડર તોડીને વિરુદ્ધ દિશામાંથી આવતી સેન્ટ્રો કાર (એમએચ12 ઈએક્સ (1682) સાથે ટકરાઈ હતી તેથી સ્વીફ્ટમાં બેસેલા પાંચ જણા અને સેન્ટ્રોમાં બેસેલા બે જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. બે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં રાજીવ બહીરાટ (58), સોનાલી બહીરાટ (46), જાન્હ્વી બહીરાટ (20), જગન્નાથ બહીરાટ (83), મોહરસિંહ કુશવાહ (17), કૃષ્ણા શિરસાટ (22) અને નિખિલ સરોદે (20)નો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer