એક્સ્પ્રેસ ટ્રેનમાં ઘાટકોપરની મહિલાએ જોડિયાં બાળકને જન્મ આપ્યો

એક્સ્પ્રેસ ટ્રેનમાં ઘાટકોપરની મહિલાએ જોડિયાં બાળકને જન્મ આપ્યો

મુંબઈ, તા. 15 : આજે થાણે પાસે એક્સ્પ્રેસ ટ્રેનમાં એક મહિલાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. ત્રણેની તબિયત સારી છે.
ઘાટકોપરથી વિશાખાપટનમ એક્સ્પ્રેસમાં સિકંદરાબાદ જતા તબસ્સુમ શેખ નામની મહિલાને થાણે પાસે પ્રસૂતિની પીડા ઉપડી હતી અને પહેલાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો અને પછી કલ્યાણ સ્ટેશન પાસે એક બાળકને જન્મ આપ્યો હતો.
તબસ્સુમ તેની માતાને મળવા સિકંદરાબાદ જઈ રહ્યાં હતાં. તેમની સાથે તેમના સગાં પણ હતા. તત્કાળ ડૉક્ટરોની ટીમ બોલાવાઈ હતી અને મહિલાને કલ્યાણ રૂકમણીબાઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer