હિમાચલમાં હવાઈ દળનું મિગ-21 તૂટી પડતાં પાઈલટનું મૃત્યુ

સિમલા, તા. 18: હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના જાવલી સબડિવિઝનના પટ્ટા જત્તીયાંમાં આજે હવાઈ દળનું મિગ-21 તૂટી પડતાં તેમાંના ફાઈટર પાયલટનું મૃત્યુ થયું હતું. પંજાબના પઠાણકોટથી ઉપડેલા આ મિગની દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી. ગઈ તા. પાંચ જુને હવાઈ દળનું જેગ્વાર જેટ વિમાન કચ્છના મુંદ્રાના બારેજા ગામે તૂટી પડતાં પાયલટનું મૃત્યુ થયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer