દસ રૂપિયાની આ નવી નોટ અસલી જ છે!

દસ રૂપિયાની આ નવી નોટ અસલી જ છે!

છપાઈનો છબરડો : પ્રિન્ટિંગની ભૂલો અનેક વાર થાય છે. આપણી ચલણી નોટોમાં પણ ઘણી વાર આવી ક્ષતિ દેખાતી હોય છે. એમાં ક્ષતિ ન થાય એ માટે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. ફોર્ટના રહેવાસી મુકુંદરાય લાલજી સગાણીને બુધવારે બજારગેટ સ્ટ્રીટની કૉસ્મૉસ બૅન્કમાંથી 10 રૂપિયાની નવી નોટનું બંડલ મળ્યું એમાં સિરિયલ નંબર 1થી 30 સુધીની નોટોમાં ઉપરની જમણી બાજુએ જ્યાં અંગ્રેજીમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા લખ્યું છે ત્યાં સફેદ ધાબું આવી ગયું છે અને અંગ્રેજી અક્ષરો પૂરા વંચાતા નથી. નોટ લેનારને સહેજેય શંકા જાય કે આ નોટ અસલી તો હશેને?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer