તામિલ અભિનેત્રી પ્રિયંકાએ કરી આત્મહત્યા

તામિલ અભિનેત્રી પ્રિયંકાએ કરી આત્મહત્યા

તામિલ ટીવીની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા (32)એ ચેન્નઈના વલસારાવક્કમ વિસ્તારમાં આવેલા તેના નિવાસસ્થાને સીલિંગ ફેનમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રિયંકાએ તેનાથી વિમુખ થયેલા પતિ અરુણ સાથે ટેલિફોન પર કરેલી વાતચીત બાદ મંગળવારે રાત્રે જીવનનો અંત આણ્યો હતો. સત્તાવાળાઓના જણાવવા મુજબ દંપતી થોડા દિવસોમાં જ છૂટાછેડા માટે અરજી કરવાની તૈયારીમાં હતું. અરુણ બાસ્કેટ બૉલ કોચ છે અને છેલ્લા ત્રણ મહિનાથી મદુરાઈમાં વસવાટ કરે છે. કહેવાય છે કે પોતાની અભિનેત્રી પત્ની તેના કરતાં અનેકગણું વધારે કમાતી હતી તેમ જ શૂટિંગ બાદ રાત્રે મોડેથી ઘરે આવતી હોવાથી અરુણ નારાજ હતો અને આ કારણથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer